હન્સલોની પોસ્ટ ઓફિસ લૂંટમાં રાજવિંદર કાહલોન પર આરોપ

  -/1
by garvigujarat
Published: April 13, 2024 (1 month ago)
હન્સલોમાં આવેલી પોસ્ટ ઑફિસમાંથી 1 એપ્રિલના રોજ સાંજે લૂંટ કરવા બદલ તા. 4 એપ્રિલના રોજ 41 વર્ષીય રાજવિન્દર કાહલોનની હન્સલોમાં આવેલા તેના ઘરેથી ધરપકડ કરી આરોપ મૂકવામાં આવ્યો છે. બ્રાબેઝોન રોડ, હન્સલો ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં દાખલ થયેલા કાહલોને સ્ટાફના બે સભ્યોને પોતાની પાસે હથિયાર હોવાનું કહી મોટી રકમની રોકડ રકમ લુટી લીધી હતી. ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ તરત જ ઘટનાસ્થળે દોડી જઇ કાસ્પદને ઓળખવા તપાસ આદરી હતી.