લેન્કેશાયરના 20 કાઉન્સિલરોએ નેતૃત્વના વિરોધમાં લેબર છોડ્યું

  -/1
by garvigujarat
Published: April 13, 2024 (1 month ago)
લેન્કેશાયરની પેન્ડલ બરો કાઉન્સિલ, નેલ્સન ટાઉન કાઉન્સિલ અથવા બ્રિઅરફિલ્ડ ટાઉન કાઉન્સિલના 20 કાઉન્સિલરોએ લેબર પાર્ટીના નેતૃત્વના વિરોધમાં લેબર સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે સર કેર સ્ટાર્મરનું નેતૃત્વ હવે તેમના વિચારોને પ્રતિબિંબિત કરતું નથી અને હવે તેઓ પક્ષ તરીકે સેવા આપશે. સામે પક્ષે લેબર પાર્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે “લેબર પાર્ટીનું ધ્યાન સામાન્ય ચૂંટણી જીતવા પર છે જેથી અમે જેમની સેવા કરવા માટે ચૂંટાયા છીએ તેમના જીવનને સુધારી શકીએ.” ગત નવેમ્બરમાં, ગાઝામાં યુદ્ધવિરામ માટે દબાણ ન કરવાના સર કેર સ્ટાર્મરના નિર્ણય બાબતે બર્નલીમાં 11 કાઉન્સિલરોએ પાર્ટી છોડી દીધી હતી.