રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનઃ રૂપાલાના મુદ્દે ભાજપને 4 દિવસનું અલ્ટિમેટમ

  -/1
by garvigujarat
Published: April 15, 2024 (2 months ago)
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન યોજ્યું હતું અને રૂપાલાની ઉમેદવારીને રદ કરવા માટે ભાજપને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું. રાજકોટ નજીકના રતનપરમાં રામ મંદિરની સામેના મેદાનમાં યોજાયેલા “ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન”માં બોલતા ગુજરાતના ક્ષત્રિય સંગઠનોની સંકલન સમિતિના નેતા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટી (BJP)ના હાઇકમાન્ડને કહેવા માંગુ છું કે અમારી ઇવેન્ટનો ભાગ-1 આજે સમાપ્ત થાય છે. અમે ભાજપને 19 એપ્રિલ (ગુજરાતમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ) સુધીનું અલ્ટીમેટમ આપી રહ્યા છીએ. હવે નિર્ણય ભાજપે કરવાનો છે.