યુએસ કોંગ્રેસમાં હિન્દુ મંદિરો પર હુમલા અને હિન્દુફોબિયાને વખોડતો કરતો ઠરાવ રજૂ કરાયો

  -/1
by garvigujarat
Published: April 13, 2024 (1 month ago)
અમેરિકામાં હિન્દુઓ અને હિન્દુ ધર્મના યોગદાનની ખુશીમાં, એક પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેને હિન્દુફોબિયા, હિન્દુ વિરોધી ધર્માંધતા, તિરસ્કાર અને અસહિષ્ણુતાને વખોડતો ઠરાવ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્ઝમાં રજૂ કર્યો હતો. કોંગ્રેસમેન શ્રી થાનેદાર દ્વારા બુધવારે રજૂ કરાયેલ આ ઠરાવને હાઉસ કમિટી ઓન ઓવરસાઇટ એન્ડ એકાઉન્ટેબિલિટીને મોકલવામાં આવ્યો છે.