મોદી સરકારમાં ચીન એક ઇંચ પણ જમીન હડપ કરી શક્યું નથીઃ અમિત શાહ

  -/1
by garvigujarat
Published: April 11, 2024 (2 months ago)
નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં ચીન એક ઇંચ જેટલી જમીન પર પણ હડપ કરી શક્યું નથી  તેના પર ભાર મૂકી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે 1962માં ચીનના આક્રમણ દરમિયાન ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આસામ અને અરુણાચલ પ્રદેશને બાય-બાય કહ્યું હતું અને તેને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. બીજી તરફ ચીન પર ગર્ભિત પ્રહાર કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જો કોઈ સન્માનને ઠેસ પહોંચાડે તો ભારત પાસે જવાબ આપવાની ક્ષમતા છે.