મંડી બેઠક પર કંગનાનો કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ સામે મુકાબલો

  -/1
by garvigujarat
Published: April 16, 2024 (2 months ago)
કોંગ્રેસે શનિવારે લોકસભા ચૂંટણી માટે વધુ 16 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીને ચંદીગઢ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્ય સિંહને રાજ્યની મંડી લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યાં છે. આમ મંડીની બેઠક પર તેમનો મુકાલાબો  ભાજપના ઉમેદવાર અને બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સામે થશે. હિમાચલના મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુ સામે તાજેતરમાં બળવો થયો ત્યારે વિક્રમાદિત્ય સિંહ ચર્ચામાં આવ્યાં હતા. વિક્રમાદિત્ય સિંહ હિમાચલપ્રદેશના પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહના પુત્ર છે. પક્ષે ઓડિશાના નવ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. શનિવારે સાંજે નવી દિલ્હીમાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દરમિયાન ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.