પેગાટ્રોનનો ચેન્નાઈ સ્થિત આઈફોન પ્લાન્ટ ખરીદવા ટાટા ગ્રુપની મંત્રણા

  -/1
by garvigujarat
Published: April 12, 2024 (2 months ago)
તાઇવાની પેગાટ્રોન ભારત ખાતેના તેના એકમાત્ર આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિયંત્રણ ટાટા ગ્રૂપને સોંપવા માટે વાટાઘાટો કરી રહી છે. આ ડીલને એપલનું પણ સમર્થન મળ્યું છે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. આ પ્લાન્ટ માટે ટાટા અને પેગાટ્રોન વચ્ચેની વાટાઘાટો છ મહિનામાં પૂરી થવાની ધારણા છે અને પેગાટ્રોન ઈન્ડિયાના તમામ કર્મચારીઓ જોઈન્ટ વેન્ચર એન્ટિટીમાં સામેલ થશે. આ ડીલ હેઠળ ચેન્નાઇમાં પેગાટ્રોન પ્લાન્ટનું સંચાલન કરવા માટે બંને કંપનીઓ એક સંયુક્ત સાહસની રચના કરશે, જેમાં ટાટા ગ્રૂપ પાસે 65 ટકા હિસ્સો હશે. બાકીનો હિસ્સો તાઇવાનની કંપની પાસે રહેશે અને તે ટેકનિકલ સપોર્ટ આપશે.