પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાનું AAPમાંથી રાજીનામું

  -/1
by garvigujarat
Published: April 18, 2024 (1 month ago)
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક ફટકો પડ્યો હતો. ગુરુવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને આ બંને પાટીદાર નેતાઓ હવે ભાજપમાં જોડાય તેવી અટકળો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં AAPમાં જોડાયા પછી અલ્પેશ કથીરિયા સુરતની વરાછા રોડ અને ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા. જોકે આ ચૂંટણીમાં બંનેની હાર થઈ હતી.