ધૂમ્રપાન પર પ્રતિબંધની યોજનાઓ સામે પ્રતિકારનો સામનો કરતા ઋષિ સુનક

  -/1
by garvigujarat
Published: April 18, 2024 (4 weeks ago)
વડા પ્રધાન ઋષિ સુનકને 15 વર્ષ અને તેથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે ધૂમ્રપાન પર અસરકારક રીતે પ્રતિબંધ મૂકતી પ્રસ્તાવિત યોજના અને નવા બિલ બાબતે વ્યાપક પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો છે. હાઉસ ઓફ કોમન્સમાં મંગળવારે મૂકાયેલા ટોબાકો એન્ડ વેપ્સ બિલ અંતર્ગત 1 જાન્યુઆરી, 2009 પછી જન્મેલ કોઈપણ વ્યક્તિને તમાકુના ઉત્પાદનો વેચી શકાશે નહિં. સુનક તેને ગુનો બનાવીને “ધૂમ્રપાન મુક્ત પેઢી” બનાવવા માંગે છે.