ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે ઉમેદવારીપત્ર ભર્યું

  -/1
by garvigujarat
Published: April 19, 2024 (2 months ago)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવાર, 19 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે બપોરે 12:39 વાગ્યે ‘વિજય મુહૂર્ત’ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ સમયે તેની તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હતાં. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે.